Skip to main content
Settings Settings for Dark

આઈ-ખેડૂત પોર્ટલ 11મી મે સુધી ખેડૂતો માટે ખુલ્લુ રહેશે

Live TV

X
  • ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તારીખ 11 મે 2024 સુધી ખુલ્લુ રહેશે.

    ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કૃષિલક્ષી વિકાસ સાથે, ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને મેળવી શકશે. ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે, તે હેતુસર આઈ-ખેડુત પોર્ટલ તારીખ 11 મી મે-2024 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

    ગાંધીનગર બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ, રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ફળ, શાકભાજી, ફુલ અને મસાલા પાકોના વાવેતર માટે, ફાર્મ મિકેનાઇઝેશન (મીની ટ્રેકટર, પાવરટીલર, પાક સંરક્ષણના સાધનો), રક્ષિત ખેતી (ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પ્લાસ્ટિક આવરણ), નર્સરી એકમો ઉભા કરવા માટે, મધમાખી ઉછેર, મશરૂમ ઉત્પાદન, કાપણી પછીનું વ્યવસ્થાપન (કોલ્ડ સ્ટોરેજ, રાઇપનીંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેડા, મીનીમલ પ્રોસેસીંગ એકમ), બાયો કન્ટ્રોલ લેબોરેટરી, ટીસ્યુકલ્ચર લેબોરેટરી સ્થાપવા, શોટીંગ ગ્રેડીંગના સાધનો (વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટ્સ) વગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. 

    ખેડૂતે અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ યોગ્ય સમય મર્યાદામાં મોકલી આપવાનું રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply