આગામી લોકસભાની બેઠક જીતવા માટે ભાજપે કવાયત તેજ કરી
Live TV
-
આગામી લોકસભાની બેઠક જીતવા માટે ભાજપે કવાયત તેજ કરી છે. વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યાલયનું ઉદઘાટન સત્યનારાયણ ભગવાનની કથાથી કરવામાં આવ્યો હતો. કથામાં લોકસભા બેઠકના સહ ઈન્ચાર્જ ભૂપેન્દ્ર લાખાવાલા અને તેમના પત્ની બેઠાં હતા. સત્યનારાયણનો આશીર્વાદ લઈ રંજનબેન ભટ્ટે વડોદરાની બેઠક પર વિજય મેળવવા પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાના લોકોની તમામ જરૂરિયાત પૂરી કરવા તેઓ હંમેશા તત્પર છે.
બનાસકાંઠામાં ભાજપાના ઉમેદવાર થરાદના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ લોકસભાની ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ત્યારે આજ રોજ પરબતભાઈ પટેલ જનસંપર્ક કરતા અમીરગઢ ખાતે પહોંચ્યા હતા. અમીરગઢમાં દેવ શ્રી ડુંગરપૂરી મહારાજના મંદિર અને ઘૂણીના દર્શન કરી પોતાની પાર્ટીના આગેવાનોને મળી અમીરગઢ તાલુકામાંથી મોટી લીડ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળિયા ખાતે જિલ્લા કાર્યકરોનું સ્નેહમિલન યોજ્યું હતું અને ચૂંટણી પ્રચાર માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને પૂનમબેન માડમ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે પૂનમ માડમે કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા હતા.
