Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની ઉમેદવારી નોંધાવી

Live TV

X
  • આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ ઉદ્વવ ઠાકરે અરૂણ જેટલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું.

    ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવ્યા પૂર્વે ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમા અમદાવાદમાં રોડ શો યોજવામાં આવ્યો હતો.આ રોડ શોમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પ્રમુખ પ્રકાશસિંહ બાદલ શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ગૃહમંત્રી રાજનાથસિંહ LJP ના અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..અમિત શાહે પોતાના મત વિસ્તારના નારણપુરાથી ગ્રાન્ડ રોડ શો યોજયો હતો. જેમા રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું મંત્રી મંડળ અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે  ફરી એકવાર મોદી સરકાર બનશે તેમ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply