Skip to main content
Settings Settings for Dark

આગામી ૩૦મી સપ્ટેમ્બરે કચ્છની મૂલાકાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • અંદાજે 40 હજારથી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. તેમજ વાહન પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.

    આગામી ૩૦મી સપ્ટેમ્બરે કચ્છની મૂલાકાતે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંજાર પાસેના સતાપર મુકામે ગોવર્ધન તળેટી સ્થળે યોજાનારી જાહેર સભા સહિત ખાતમુહુર્ત અને વિવિધ લોકાર્પણના કાર્યક્રમની જિલ્લા વહીવટી તંત્રે તૈયારી આરંભી દીધી. અંદાજે 40 હજારથી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. તેમજ વાહન પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા  વિવિધ સમિતિઓ લાયેઝન અધિકારીઓ અને વિભાગોને  કામગીરીના નિર્દેશો આપી દેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંદ્રા ખાતે આવેલ  જી.એસ.પી.એલ.ની પાઈપ લાઈનનું  રિમોર્ટ કન્ટ્રોલથી અંજાર મુકામે ઉદ્દઘાટન કરશે. વિદેશમાંથી તેલની થતિ આયાતના સપ્લાય માટે આ તેલ પાઈપ લાઈન મહત્વની વહન ક્ષમતા સમાન સાબિત થશે. આ પાઈપ લાઈનના ઉદ્દઘાટન બાદ તેલના પરિવહન ખર્ચ ઘટશે. સરળતાથી પરિવહન શકય બનશે. ઉપરાંત અન્ય વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત કરશે. આ અગાઉ પ્રધાનમંત્રી  વિશ્વ વિખ્યાત અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ આણંદ પાસેના મોગર ખાતે કરશે. ત્યારબાદ રાજકોટમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ જન મેદનીને સંબોધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply