Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના છઠ્ઠા સ્થાપના દિનની ઉજવણી કરાશે

Live TV

X
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના છઠ્ઠા સ્થાપના દિનની ઉજવણી આવતીકાલે ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે યોજાશે

    ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના છઠ્ઠા સ્થાપના દિનની ઉજવણી આવતીકાલે ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે યોજાશે. આ પ્રસંગે  દેશના 13 રાજ્યોના બાળ સંરક્ષણ સમિતિના ચેર પર્સન  ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જે બાળકોએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાસલ કરી છે  તેવા બાળકોનું સન્માન કરવામાં આવશે. ગુજરાત રાજ્ય અધિકાર આયોગના ચેર પર્સન  જાગૃતીબેન પંડ્યાએ  પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે  માસુમ એપ નો વધુને વધુ ઉપયોગ કરી  લોકો બાળકો ની મદદ કરી શકે છે. રાજ્યમાં 113 ચાઇલ્ડ કેર ઇનસ્ટીટ્યુશનમાં રહેતા બાળકોને  કોમ્પ્યુટર તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ  બાળકોને નોકરી મળી રહે  તથા સામાન્ય કોમ્પ્યુટરની તાલીમ લીધા બાદ  સરકારી નોકરીમાં પણ આયોગ દ્વારા  સહાય કરવાનો છે. વર્ષ 2017 -18 માં  રાજ્ય બહારથી ગુમ થયેલ બાળકો  જે ગુજરાતમાં આવ્યા હતા  તેવા 268 બાળકો ને  પરત આવી મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ  3000 બાળ મિત્રની નિયુક્તિ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply