એસીબીની ટીમે ડભોલી ખાતે સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ નાગર પટેલની ધરપકડ કરી
Live TV
-
ફરિયાદના પગલે એસીબીની ટીમે એક ગ્રાહકને તૈયાર કર્યો અને સુરત એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.એર.પટેલે બાબુ નાગરની ધરપકડ કરી હતી
એસીબીને ડભોલી ખાતે સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ નાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ મળી હતી કે ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ નાગર પટેલ સરકાર નક્કિ કરેલા વજન કરતાં ઓછાં વજને અનાજ આપે છે અને રેશન કાર્ડમાં પણ ગેરરીતિ કરે છે. આ ફરિયાદના પગલે એસીબીની ટીમે એક ગ્રાહકને તૈયાર કર્યો અને સુરત એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.એર.પટેલે બાબુ નાગરની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાબુએ એક ગ્રાહક પાસેથી સરકારે નક્કિ કરેલ કિંમત કરતા રૂ.120 વધુ વસૂલ્યા હતા. આ અંગે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
