Skip to main content
Settings Settings for Dark

આગામી 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.પ્રધાનમંત્રી સૌથી પહેલા વિશ્વ વિખ્યાત અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ આણંદ પાસેના મોગર ખાતે કરશે.તો પ્રધાનમંત્રી ત્યાંથી કચ્છ જિલ્લામાં પહોંચશે.જ્યાં મુંદ્રા ખાતે આવેલ  જી.એસ.પી.એલ.ની પાઈપ લાઈનનું  રિમોર્ટ કન્ટ્રોલથી અંજાર મુકામે ઉદ્દઘાટન કરશે. અને ત્યારપછી અંજાર પાસેના સતાપર મુકામે  ગોવર્ધન તળેટી સ્થળે જાહેર સભા ને સંબોધશે.તો પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. અંદાજે 40 હજારથી વધુ લોકો બેસી શકે  તેવો એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા  વિવિધ સમિતિઓ લાયેઝન અધિકારીઓ  અને વિભાગોને  કામગીરીના નિર્દેશો આપી દેવાયા છે.આ સાથે અન્ય વિકાસ કામોને પણ પ્રધાનમંત્રી ખુલ્લા મુકશે.અને છેલ્લે રાજકોટ પહોંચી ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધીત કરશે.પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈ તમામ લોકોમાં ઉત્સાહ છવાયેલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply