આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે
Live TV
-
આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંજાર પાસેના સતાપર મુકામે ગોવર્ધન તળેટી સ્થળે યોજાનારી જાહેર સભા સહિત ખાતમુહૂર્ત અને વિવિધ લોકાર્પણના કાર્યક્રમની તૈયારીઓ પુર્ણતાના આરે
આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંજાર પાસેના સતાપર મુકામે ગોવર્ધન તળેટી સ્થળે યોજાનારી જાહેર સભા સહિત ખાતમુહૂર્ત અને વિવિધ લોકાર્પણના કાર્યક્રમની તૈયારીઓ પુર્ણતાના આરે છે. અંદાજે 40 હજારથી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. તેમજ વાહન પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા વિવિધ સમિતિઓ લાયેઝન અધિકારીઓ અને વિભાગોને કામગીરીના નિર્દેશો આપી દેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુદ્રા ખાતે આવેલ જી.એસ.પી.એલ.ની પાઈપ લાઈનનું રિમોર્ટ કંટ્રોલથી અંજાર મુકામે ઉદઘાટન કરશે. વિદેશમાંથી તેલની થતી આયાતના સપ્લાય માટે આ તેલ પાઈપ લાઈન મહત્વની વહન ક્ષમતા સાબિત થશે.
