સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામિણ 2018 માટે ગુજરાતના પાટણ જિલ્લાની પસંદગી
Live TV
-
દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અનેક લોકોએ એમાં ભાગ લઈ આ અભિયાનને સફળ બનાવ્યું છે
દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અનેક લોકોએ એમાં ભાગ લઈ આ અભિયાનને સફળ બનાવ્યું છે. સ્વચ્છતા અભિયાનમાં વિવિધ માપદંડોને ધ્યાને લઈ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામિણ 2018 માટે ગુજરાતના પાટણ જિલ્લાની પસંદગી થઈ છે. પાટણ જિલ્લાએ કરેલી સારી કામગીરીને કારણે કેન્દ્ર સરકાર તરફથી પાટણને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ તરફ પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એસ.કે.કોલેજ ઓફ બિઝનેસ મેનજમેન્ટના વિદ્યાર્થીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પરિસંવાદ પ્લેકાર્ડ કોમ્પીટિશન અને રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના ફેકલ્ટી ભરત ચૌધરીએ યુવાનોને ગાંધી વિચાર અંગે માહીતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાટણ જિલ્લાને એક લાખનો પુરસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત મળ્યો હતો. આ પુરસ્કાર સ્વચ્છતા દર્પણ એવોર્ડ માટે એનાયત કરાયો હતો. ત્યારે હવે ફરીવાર જિલ્લાની એવોર્ડમાં પસંદગી થતા કર્મચારીઓમાં આનંદ વ્યાપી ગયો છે.
તાજેતરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં કેન્દ્રની એજન્સી દ્વારા પાટણ જિલ્લાને રાજ્યમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એક ઓગષ્ટ થી 31 ઓગષ્ટ 2018 સુધી દેશના તમામ જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી એજન્સી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવેલ હતું. જેમાં પાટણ જિલ્લો મોખરે રહ્યો છે. આ અંગે પાટણ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્ય ગુરુએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે દિલ્હી ખાતે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીના હસ્તે રાજ્યમાં પ્રથમ સ્થાને આવવા બદલ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવશે. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં જિલ્લાના 5 તાલુકાના 7 ગામમાં સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેક્ષણમાં પારદર્શકતા માટે જીઓ ટેગિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગામની આંગણવાડી શાળા આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરો ખાતે કેલેન્ડર દ્વારા પ્રચાર ઉપરાંત આ જગ્યાના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ પાટણ જિલ્લાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા દર્પણ એવોર્ડ અને રૂપિયા 1 લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.
