Skip to main content
Settings Settings for Dark

આગામી 12-13 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી-આગામી 12 અને 13 જૂલાઇના રોજ નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, અમરેલી અને ભાવનગરમાં રહેશે ભારે વરસાદ

    હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આગામી 12 અને 13 જૂલાઇએ નવસારી, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

    રાજ્યના છેલ્લાં ત્રણેક દિવસ માં થયેલા વરસાદને કારણે ખેડૂત પુત્રો સારા પાકની આશા સેવી રહ્યાં છે. હવામાન ખાતાએ પણ આગામી ત્રણ દિવસમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે.

    ગીર સોમનાથમાં સીઝનનો 49 વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી થયેલા વરસાદ મુજબ દેવભૂમિ દ્વારકામાં 146 % વરસાદ થયો છે. જેમાં ખંભાળિયામાં 183 % ,જ્યારે કલ્યાણ પુર તાલુકા માં 139 % વરસાદ થયો છે. એ જ રીતે જામનગરમાં નોંધાયેલા 88 % વરસાદમાં કાલાવાડમાં સીઝનનો 133 % તો લાલપુર તાલુકામાં 91 ટકા અને જામ જોધપુરમાં 99 ટકા વરસાદ નોંધાયો છે.

    એ જ રીતે રાજકોટમાં અત્યાર સુધીમાં 49 ટકા, ધોરાજીમાં 77 તો મોરબીમાં 50 ટકા અને સુરેન્દ્રનગરમાં સીઝન નો ,33 ટકા વરસાદ પડી ચુક્યો છે. પોરબંદરની વાત કરીએ તો પોરંબદર જિલ્લામાં 98 ટકા વરસાદ થયો છે જ્યારે પોરબંદર શહેરમાં આ વર્ષનો 100 ટકા વરસાદ થયો છે. બીજી તરફ જુનાગઢ જિલ્લામાં 56 ટકા, તો અમરેલીમાં 52 ટકા અને ભાવનગર માં ,30 ટકા વરસાદ નોંધાયો છે. બોટાદના બરવાળામાં સીઝનનો 93 ટકા વરસાદ થયો છે.

    આ વર્ષે કચ્છના માંડવીમાં 147 ટકા અને મુંદ્રા માં ,92 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત માં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ના ભરૂચ માં, 22 ટકા, નર્મદામાં 15, તાપી-સુરત અને નવસારીમાં 14-14 ટકા તો વલસાડમાં માત્ર 16 ટકા વરસાદ જ થયો છે. એ જ રીતે, પાટણમાં 16, બનાસ કાંઠામાં 11, મહેસાણામાં 15 ટકા જેટલો જ વરસાદ થતાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં 16 ટકા તો ગાંધીનગરમાં પણ અત્યાર સુધીમાં 21 ટકા વરસાદ ,થઇ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply