સુરતઃ માર્કેટમાં આવ્યા બ્લૂટૂથ માસ્ક, 400 થી 1500ના ભાવે મળે છે માસ્ક
Live TV
-
સુરતમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. શહેરમાં હવે 300 થી ઉપર કેસો આવી રહ્યા છે.
જો કે કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકોને ફરજીયાત માસ્ક પહેરવા કહેવામાં આવ્યું છે. લોકો હવે પોતાના મનપસંદ માસ્ક પહેરી રહ્યા છે. અવનવી ડિઝાઈન, અવનવા કલર અને અવનવા મટિરિયલમાંથી બનતા માસ્ક બજારમાં ઉપલબ્ધ છે. હવે તેમાં બ્લૂટૂથ હોય , તેવા માસ્ક પણ મળતા થયા છે.
કોરોના સંક્રમણ વચ્ચે મોબાઇલ પર વારંવાર વાત કરવી ક્યારેક જોખમી સાબિત થતી હોય છે. તેથી જો બ્લૂટૂથ વાળું માસ્ક હોય તો મોબાઈલ વારે ઘડીએ પર્સમાંથી કે ખિસ્સામાંથી કાઢવો નહીં પડે. આ માસ્ક 400 થી લઈને 1500 સુધીના મળે છે. લોકો આ માસ્કના કારણે ડ્રાઈવિંગ કરતી વખતે પણ મોબાઈલને અડ્યા વગર વાત કરી શકે છે અને બજારમાં ખરીદી વખતે પણ આ માસ્ક લોકોને ઉપયોગી બની રહ્યું છે.
