રાજ્યમાં પ્રથમ વાર કોરોનાના કેસ 800ને પાર, સુરતમાં નવા 307 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં સૌ પ્રથમ વાર કોરોનાના કેસનો આંકડો 800ને પાર કરી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા કોરોનાના 861 કેસ નોંધાયા છે, તો 15ના મોત થયા છે. સુરત જિલ્લામાં આજે ગ્રામ્ય અને શહેરના મળી 307 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં 162 કેસ નવા નોંધાયા છે, તો વડોદરા જિલ્લામાં નવા 68 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યાનો આંકડો 39,280 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં નવા કેસની સામે છેલ્લા 24 કલાકમાં 429 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2010 દર્દીઓના મોત થયા છે અને કુલ 27,742 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં નવા 28 કેસ, જામનગર શહેરમાં નવા 7 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 38 કેસ, બનાસકાંઠા જિલ્લામાં નવા 18 કેસ, ખેડા અને મહેસાણા જિલ્લામાં નવા 17-17 કેસ નોંધાયા છે. અરવલ્લી, કચ્છ અને પાટણમાં નવા 5-5 કેસ નોંધાયા છે.
