Skip to main content
Settings Settings for Dark

ઈંજેક્શનની કાળાબજારી મામલે તંત્ર હરકતમાં, મંજૂરી માટે બનાવી ખાસ પેનલ

Live TV

X
  • ખાનગી તબીબો દ્વારા ઇન્જેક્શનનો દુરઉપયોગ થતા હવે ખાસ પેનલની મંજુરી બાદ જ આપી શકાશે ઇન્જેક્શન. આરોગ્ય વિભાગના સચિવ ડો. જયંતિ રવિએ કરી જાહેરાત.

    સુરતમાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી છે. જેને કારણે દર્દીઓના સગાઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. તેનું કારણે છે કે આ દવાઓ સિવિલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે. ત્યારે આ દવાના કાળા બજાર અને કૃત્રિમ અછત સર્જવાના પણ આરોપો લાગી રહ્યાં છે. સુરતમાં આ અંગે ત્રણ ડોક્ટરની પેનલ તૈયાર કરવામાં આવી છે, જે સમગ્ર પ્રકરણ પર નજર રાખશે.

    કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્સન ડોક્ટર લખી આપે છે. આ ઈન્જેક્શન સિવિલ સિવાય મળતાં નથી. જેથી કોરોના દર્દીના સંબંધીઓ દવા માટે ધક્કા ખાઇ રહ્યાં છે. બજારમાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાર થતાં હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે.

    સુરતમાં બનેલા એક કિસ્સાને કારણે સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. રેમડેસિવીર અને ટોસિલિઝુમેબની દવા અત્યંત મોંઘી આવે છે. જે દવા સામાન્ય માણસને પોષાય તેમ નથી ત્યારે આ દવાના ઉપયોગ ડોક્ટરો કરકસરપૂર્વક તેનો ઉપયોગ કરે તે જરૂરી છે.

    કોરોનાગ્રસ્ત દર્દીઓના સંબંધીઓના રોષ બાદ સુરત ક્લેક્ટરે સિવિલ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળી રહે તે માટે તબીબોની કમિટી બનાવી છે. આ કમિટીને ઈન્જેક્શનની જરૂરીયાત હોય તેમણે મેઈલ કરવાનો રહેશે. જોકે કોરોનાની કોઇ દવા અત્યાર સુધી શોધી શકાઇ નથી ત્યારે આ દવાઓ ફક્ત અસરકારક છે અને તેના દ્વારા હોસ્પિટલમાં દાખલથવાની અને સારવારની અવધિ ઘટતી હોવાનું તારણ છે, જ્યારે આ દવા અંગે વિસ્તૃત પરિક્ષણ થઇ રહ્યાં છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply