Skip to main content
Settings Settings for Dark

ત્રણ દિવસમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી: ખેડૂતોને સારા પાકની આશા

Live TV

X
  • 21 તાલુકાઓમાં અત્યારસુધીમાં 20થી 40 ઇંચ વરસાદ, દ્વારકામાં વરસાદે વિરામ લેતા પાલિકા દ્વારા હાથ ધરાઈ પાણી નીકાલની કામગીરી

    રાજ્યના છેલ્લાં ત્રણેક દિવસમાં થયેલા વરસાદને કારણે ખેડૂતપુત્રો સારા પાકની આશા સેવી રહ્યાં છે. હવામાન ખાતાએ પણ આગામી ત્રણ દિવસમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. ગીર સોમનાથમાં સીઝનનો 49 વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં અત્યારસુધી થયેલા વરસાદ મુજબ દેવભૂમિ દ્વારકામાં 146 % વરસાદ થયો છે. જેમાં ખંભાળિયામાં 183 % જ્યારે કલ્યાણપુર તાલુકામાં 139 % વરસાદ થયો છે. એ જ રીતે જામનગરમાં નોંધાયેલા 88 % વરસાદમાં કાલાવાડમાં સીઝનનો 133 % તો લાલપુર તાલુકામાં 91 ટકા અને જામજોધપુરમાં 99 ટકા વરસાદ નોંધાયો છે. એ જ રીતે રાજકોટમાં અત્યારસુધીમાં 49 ટકા, ધોરાજીમાં 77 તો મોરબીમાં 50 ટકા અને સુરેન્દ્રનગરમાં સીઝનનો 33 ટકા વરસાદ પડી ચુક્યો છે. પોરબંદરની વાત કરીએ તો પોરંબદર જિલ્લામાં 98 ટકા વરસાદ થયો છે જ્યારે પોરબંદર શહેરમાં આ વર્ષનો 100 ટકા વરસાદ થયો છે. બીજી તરફ જુનાગઢ જિલ્લામાં 56 ટકા તો અમરેલીમાં 52 ટકા અને ભાવનગરમાં 30 ટકા વરસાદ નોંધાયો છે. બોટાદના બરવાળામાં સીઝનનો 93 ટકા વરસાદ થયો છે. આ વર્ષે કચ્છના માંડવીમાં 147 ટકા અને મુંદ્રામાં 92 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં 22 ટકા, નર્મદામાં 15, તાપી-સુરત અને નવસારીમાં 14-14 ટકા તો વલસાડમાં માત્ર 16 ટકા વરસાદ જ થયો છે. એ જ રીતે પાટણમાં 16, બનાસકાંઠામાં 11, મહેસાણામાં 15 ટકા જેટલો જ વરસાદ થતાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં 16 ટકા તો ગાંધીનગરમાં પણ અત્યારસુધીમાં 21 ટકા વરસાદ થઇ ગયો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply