આગામી 20 ઓગષ્ટથી રાષ્ટ્રીય રક્ત પિત નિર્મૂલન અભિયાન નો પ્રારંભ
Live TV
-
આરોગ્ય વિભાગની બેઠક અભિયાન અંગે થઈ ચર્ચા
ભારત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્ત પિત નિર્મૂલન અભિયાન નો પ્રારંભ ,20 ઓગસ્ટ થી થશે. આ અંતર્ગત ,ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ ના મુખ્ય કમિશનર જયંતિ રવિ ના ,અધ્યક્ષ સ્થાને, એક બેઠક મળી હતી. જેમાં રાજ્ય ના વિવિધ વિભાગ ના અધિકારીઓ ,તથા સ્થાનિક સ્વાયત સંસ્થાઓ ના વડા, ઉપસ્થિત રહ્યાં હતા. ગાંધીનગર ના ,જીવરાજ મહેતા ભવન માં એક પ્રેઝન્ટેશન સાથે ની આ બેઠક માં રક્ત પિત નિર્મૂલન અભિયાન થી ,સૌ ને, માહિતગાર કરાયા, સાથે શહેરી ,અને ગ્રામીણ વિસ્તાર ના છેવાડા ના માનવી સુધી, સંદેશ પહોંચાડી અભિયાન સાર્થક બનાવવા પર ભાર મુકાયો. બેઠક માં ,આરોગ્ય વિભાગ ના ,ડેપ્યુટી ડાયરેક્ટર ,પ્રકાશ વાઘેલા સાથે ,આકાશવાણી ના પાયલ બેન વ્યાસ ગુજરાત માહિતી ખાતા ના સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, હિરેન ભટ્ટ સહિત, આહવા, નવસારી, વલસાડ, સુરત ડાંગ અને ભરૂચ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
