બિન અનામત વર્ગ માટે સરકારે કરી મોટી જાહેરાત, વિદ્યાર્થીઓને અભ્યાસમાં અપાશે સહાય
Live TV
-
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બિન અનામત વર્ગ માટે વિવિધ યોજનાઓ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ લાભો આપવા માટે બંધારણીય જોગવાઇઓને યથાવત રાખવામાં આવશે.
ટૂંક સમયમાં જ આ યોજનાઓ તૈયાર કરી સામાજીક ન્યાયના ધોરણે સૌ વર્ગોને લાભ થાય તેવી નીતિ અપનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં મેડિકલ, ડેન્ટલ જેવા ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોમાં કુલ ટ્યુશન ફી અથવા રૂપિયા 10 લાખ બે પૈકી જે ઓછુ હોય તે મુજબ 4 ટકાના વ્યાજે લોન, વિદેશ અભ્યાસ માટે પણ લઘુત્તમ 60 ટકાના આધારે સાડા ચાર લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીને ચાર ટકાના દરે 15 લાખ સુધીની લોન આપવામાં આવશે.
આ ઉપરાંત ભોજન બિલ , ટ્યુશન, ગુજકેટ, નીટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આર્થિક મદદ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ તથા રિટેલમાં પણ સ્વરોજગાર લક્ષી આર્થિક સહાય આપવા ની જોગવાઇ કરવામાં આવી છે. આ તમામ જોગવાઇઓ પાછળ આર્થિક મદદ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવશે.
