આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, PM મોદીએ ટ્વિટ કરી આપી શુભેચ્છા
Live TV
-
મા આદ્યશક્તિની આરાધના અને ઉપાસનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દેશભરના શક્તિપીઠોમાં માઈભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. તો રાજ્યમાં શારદીય નવરાત્રિની પ્રથમ રાત્રીએ ગરબે ઝૂમવા માટે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શરદ નવરાત્રી શરદ ઋતુમાં આસો મહિનામાં ઉજવવામાં આવે છે. તેને મહાનવરાત્રી પણ કહેવામાં આવે છે. નવ દિવસ ચાલનાર નવરાત્રિ 18 ઓક્ટોબરના સંપન્ન થશે. 18 ઓક્ટોબરે દશેરા તહેવાર ઉજવવામાં આવશે. નવરાત્રી શબ્દનો અર્થ નવ રાત થાય છે. જેને નકારાત્મકતા ઉપર સકારાત્મકની જીત માનવામાં આવે છે. દૂરદર્શન પરિવાર તરફથી તમામ દર્શકોને શારદીય નવરાત્રીની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
