દીવ કૃષિ વિભાગ દ્વારા ભૂચરવાડાના ખેડૂતો માટે તાલીમનું આયોજન
Live TV
-
ભૂચરવાડા ગ્રામ પંચાયતમાં કૃષિ વિભાગ દીવ દ્વારા ખેડૂતો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા કાર્યરત પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા તેમજ ઓર્ગેનિક ખાતર બનાવવા તથા તેના વપરાશ માટે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.
આ તાલીમમાં માર્ક એગ્રી જેનેટિક્સ પ્રાઈવેટ લિમિટેડ મુંબઈના અધિકારી ભાવેશ સોમાણી દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે માહિતી આપી હતી. આ ટ્રેનિંગમાં મામલતદાર ચંદ્વહાસ વાજા, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શશીકાંત સોલંકી, ભૂચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન, જોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ, સંજયભાઈ વાજા, કૃષિ વિભાગ દીવના અધિકારી હિતેન્દ્ર એમ. બામણિયા ઉપસ્થિત રહ્યા હતા.
