જામનગરઃ SOGએ દરોડા પાડી 528 કિલો નકલી ઘી કર્યું જપ્ત
Live TV
-
જામનગર એસઓજીને મળેલી ચોક્કસ માહિતી મુજબ , શહેરના દરબારગઢ નજીક ભાવસાર ચકલા વિસ્તારમાં, નકલી ઘી બનાવવાની બાતમી મળતા , એસઓજી સ્ટાફે , ફૂડ શાખાને સાથે રાખીને દરોડો પાડતાં , 528 કિલો ભેળસેળ યુક્ત નકલી ઘી મળી આવ્યું હતું અને ઘણા સમયથી ચાલતા નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો હતો.
નકલી ઘી બનાવનાર બે આરોપીઓને પણ , પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા વનસ્પતિ ઘી તેમજ પામતેલ તથા એસન્સ સહિતની સામગ્રીઓ પણ , કબ્જે કરવામાં આવી છે. કુલ 3 લાખ જેટલી કિંમતનું નકલી ઘી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. હાલ જ્યારે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે નકલી ઘીનો કારોબાર કરતાં વેપારીઓમાં પોલીસની આ કામગીરીથી, ફફડાટ મચી ગયો છે.
