રાજ્યના ખેડૂતોના હિતમાં નિર્ણય, ડાંગર-બાજરી-મકાઈના ટેકાના ભાવમાં વધારો
Live TV
-
રાજ્ય સરકારે આજે ખેડૂતોને એક રાહતના સમાચાર આપતાં ટેકાના ભાવ અંગે જાહેરાત કરી છે. રાજ્ય સરકારનાં પુરવઠાં મંત્રી જયેશ રાદડિયાએ આજે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી કરશે.
રાજ્યનાં 188 સેન્ટરો પરથી આ ખરીદી કરવામાં આવશે. જે અંગે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ માટે નોડલ એજન્સી તરીકે પુરવઠાં નિગમને નક્કી કરવામાં આવી છે. તો જે ભાવ હતો તેમાં વધારો કરીને ખરીદી કરવામાં આવશે. જેમાં ડાંગર 1050ને બદલે 1750, બાજરી 1425ને બદલે 1950 અને મકાઇ 1425ને બદલે 1759 રૂપિયા પર ક્વિન્ટલ ખરીદવામાં આવશે.
