વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુર્ણતાના આરે
Live TV
-
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ હવે પૂર્ણતાને આરે છે. પ્રતિમાનું આખરી તબક્કાનુ કામ ચાલી રહ્યું છે અને હવે મસ્તિષ્કના ભાગનું કાર્ય પણ પુરુ થવા આવ્યું છે.
સ્ટેચ્યૂના સ્થળે ચાલી રહેલી તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે આજે રાજ્યનાં D.G.P. શિવાનંદ ઝા, રાજ્યના ગૃહ સચિવ આનંદ મોહન તિવારી તેમજ વડોદરા રેન્જ I.G. અભય ચુડાસમાએ સ્થળની મુલાકાત લીધી હતી.
જ્યાં તેમણે વિવિધ પોઇન્ટ પર જઈને જરૂરી જાણકારી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યના નિરીક્ષણ માટે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી 25 તારીખે કેવડિયા કોલોની ખાતે આવશે.
