Skip to main content
Settings Settings for Dark

વાયબ્રન્ટ ગરબાનું મુખ્યમંત્રીએ કર્યુ ઉદ્ધાટન

Live TV

X
  • મા આદ્યશક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવલા નોરતાનો પ્રારંભ થયો છે.પ્રથમ દિવસે મા આદ્યશક્તિની વિશેષ પૂજા અર્ચન કરવામાં આવ્યું અને ખેલૈયાઓ મનમુકીને ગરબે રમ્યા હતા.અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2018નો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એસ.સુભાષ રેડ્ડી તેમજ મંત્રી મંડળના અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે નવરાત્રી અને પતંગ ઉત્સવ એ ગુજરાતની બ્રાન્ડ ઈમેજ આખા વિશ્વમાં બની ગઈ છે.તો 51 શક્તિપીઠો પૈકીના એક અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે નવરાત્રી મહોત્સવનો ખુલ્લો મુક્યો હતો.ચાચર ચોકમાં ખેલૈયાઓ માતાજીની આરતી ઉતારી પ્રથમ દિવસે માતાની પૂજા અર્ચના કરી હતી.ત્યારબાદ ખેલૈયાઓ મનમુકીને ગરબે રમ્યા હતા.તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા નવરાત્રી પર્વ પર ધોરાજીમાં પ્રથમ દિવસે ખેલૈયાઓએ માતાજીની આરાધના કરી હતી.રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા વેકેશનને વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોએ આવકાર આપ્યો હતો.વાલીઓએ કહ્યું કે ગરબા ગુજરાતની અસ્મિતા છે અને તે અસ્મિતાને જાળવી રાખવા અને ખેલૈયાઓ સારી રીતે માતાજીની આરાધના કરી શકે તેવા શુભ હેતુથી ગુજરાત સરકારે નવરાત્રીનું વેકેશન આપ્યું તેનાથી લોકોમાં આનંદ છવાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply