આજથી રાજ્યની તમામ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
Live TV
-
આજથી ઉનાળું વેકેસન પૂરૂ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.
રાજ્યની તમામ પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓના નવા સત્રનો પ્રારંભ થયો છે અને ઉનાળુ વેકેશન પુરુ થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ સહિતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 7 મેએ ઉનાળુ વેકેશન શરૂ થયું હતું. 35 દિવસનું આ વેકેશન આજે પૂર્ણ થયું છે. છેલ્લા દોઢ માસથી સુના પડેલા સ્કૂલોના કેમ્પસ ફરીથી બાળકોના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રાઈવેટથી માંડીને, સરકારી અને ગ્રાન્ટેડ સહિતની 43 હજાર સ્કૂલો છે. રિક્ષા તથા સ્કૂલ વાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો થતાં ભાડા વધારો કરાયાના અહેવાલ છે.
