Skip to main content
Settings Settings for Dark

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શિરોમણી સન્માન કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રી રહ્યાં હાજર

Live TV

X
  • સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે શિરોમણી સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

    સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે શિરોમણી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે હીરા ઉદ્યોગના અગ્રણી ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકિયા, મહેશસવાની, પ્રફુલ સિરોયા, તેમજ કોમનવેલ્થમાં ગોલ્ડ મેળવનાર હરમીત દેસાઈ, પ્રદીપ જરીવાળા અને નિલેશ માન્ડલેવાલાને એવોર્ડ તથા પ્રસસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિજય રૂપાણીએ કોગ્રેસ દ્રારા સરકાર વિરૂદ્ધ ચાલતા આંદોલનની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતના નામે કોગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. જો કે છેલ્લા ત્રણ દિવસમાં ચાલેલા કાર્યક્રમમાં ખેડૂતોએ કોંગ્રેસને કોઈ સહકાર નથી આપ્યો અને ખેડૂતો આંદોલનમાં નથી જોડાઈ રહ્યાં. મુખ્યમંત્રીએ ક્રોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પૂછે છે કે ચાર વર્ષની અંદર નરેદ્ર મોદીની સરકારે ખેડૂતો માટે શુ કર્યુ? પરંતુ હું પૂછું છું કે દસ વર્ષની અંદર યુપીએ સરકારે ખેડૂતો માટે શું કર્યું ?

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply