Skip to main content
Settings Settings for Dark

આજથી રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ, 33 જિલ્લાઓમાં યોજાશે

Live TV

X
  • રાજ્યભરમાં આવતીકાલથી ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11માં ચરણનો પ્રારંભ કરાવશે. તો દરેક જિલ્લાના પ્રભારી મંત્રીઓ તથા પ્રભારી સચિવશ્રીઓના સંકલન હેઠળ ગરીબ કલ્યાણ મેળા યોજાશે.

    મેળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય તેમજ સાધન સામગ્રીનું વિતરણ કરાશે. મહિસાગર જિલ્લામાં પાંચમી જાન્યુઆરીએ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ મહીસાગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વહીવટી તંત્રની એક બેઠક યોજાઈ હતી.

    કલેક્ટરે અમલીકરણ અધિકારીઓને યોજનાકીય લાભો લાભાર્થીઓને મળી રહે તે માટે સુચન કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી સાધન સહાય પહોંચાડવા માટે ગરીબ પરિવારોના ઉત્કર્ષ માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે.આ મેળાને કારણે લાભાર્થીઓને એક જ સ્થળેથી તેમના હકનો લાભ મળી રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply