Skip to main content
Settings Settings for Dark

આજથી વડોદરામાં પણ બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવુ ફરજિયાત

Live TV

X
  • વડોદરા મ્યુનિ. કમિશનર નલિન ઉપાધ્યાયે તા. 13 એપ્રિલ 2020થી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી વડોદરા શહેરમાં ઘરની બહાર નિકળતાં શખ્સો માટે માસ્ક પહેરવું ફરજીયાત કર્યું

    કોરોનાની ચિંતાજનક સ્થિતિને પગલે વડોદરા મ્યુનિ. કમિશનર નલિન ઉપાધ્યાયે તા. 13 એપ્રિલ 2020થી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી વડોદરા શહેરમાં ઘરની બહાર નિકળતાં શખ્સો માટે માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. મ્યુનિ. કમિશનર દ્વારા આજરોજ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વૈશ્વિક મહામારી કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે એપિડેમિક ડિસિઝ એક્ટ અનુસાર વિવિધ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં વડોદરા શહેરમાં કોરોના પોઝિટીવ કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે.  જેને પગલે જનહિતમાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય છે. ત્યારે વડોદરા શહેરમાં જાહેર સ્થળો પર નિકળતાં શખ્સો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. નાક અને મોઢું ઢંકાય તે રીતે હાથરૂમાલ અથવા તો અન્ય કાપડ વ્યવસ્થિત રીતે બાંધવું અથવા તો યોગ્ય માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક પહેર્યા વિના પ્રથમવાર પકડાયેલા શખ્સને રૂ.
    1000નો દંડ ફટકારવામાં આવશે. અને આ દંડ રૂ. 5000 સુધીનો થઈ શકે છે. દંડ ભરવામાં આનાકાની કરનાર કે અસમર્થ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply