Skip to main content
Settings Settings for Dark

આજે ખોડીયાર માતાજીના જન્મદિવસ પર ભક્તોમાં પણ ઉત્સાહ અને હર્ષની લાગણી

Live TV

X
  • આજે ખોડીયાર માતાજીના જન્મદિવસ પર ભક્તોમાં પણ ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી જેને લીધે ભક્તો મોડી રાત્રિથી જ દર્શનાર્થે આવ્યા છે તો માં આઈ ખોડલને શણગાર કરવામાં આવ્યો છે
    મા ખોડિયાર માટેલ ધામે વિશ્વ માંથી કરોડો અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે જ્યાં ચૈત્રી અને આસો નવરાત્રી અને અષાઢીબીજ ધામ ધૂમથી ઉજવાય છે તેમજ માટેલ મંદિરમાં આવેલ ત્રિશુલ દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે સાથે જ માટેલ મંદિરમાં આવેલ વરખડી નું વૃક્ષ પણ માં ખોડીયારની પ્રતીતિ કરાવે છે તો માટેલ ગામે આવેલ માટેલિયો ધરો પણ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું અનેરું પ્રતીક સમાન આધુનિક યુગમાં ગણવામા આવે છે જેમાં આ માટેલિયા ઘરમાં ક્યારેય પાણી ખૂટતું નથી.

    મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે જ્યાં મા ખોડિયાર ના બેસણા છે વિશ્વભરમાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે છે અને તેઓની મનોકામના પૂર્ણ થતા ભક્તિભાવ સાથે માતાજીની સ્તુતિ કરે છે જેમાં આજે માં ખોડીયાર નો જન્મદિવસ છે ત્યારે ભક્તોએ પણ માટેલ ધામ ખાતે આઈ ખોડલનો શણગાર કરવામાં આવ્યો હતો તો ભકતો પણ વહેલી સવારથી જ દર્શનાથે પહોચ્યા હતા.

    વાંકાનેર તાલુકા માં માટેલ ગામ આવેલું છે જ્યાં માં ખોડિયાર સહિત આવળ ,બીજબાઈ અને સહિતના ત્રણ બહેનોના બેસણા છે આસિવાય જોગર,તોગર,ગોલાઈ, સોસાઈ લોકવાયકા પ્રમાણે મા ખોડિયાર ભાવનગર ના રાજપરા ગામેથી માટેલ ધામ ૧૨૦૦ વર્ષ પહેલાં પધાર્યા હતાં તેમજ મા ખોડિયાર નું સાચુનામ જાનબાઈ હતું અને તેઓ ભાવનગર જીલ્લા ના વલભીપુર પાસેના રોહિશાળા ના મૂળ વતની હતા.ખોડિયાર માતાજીના માતાનું નામ દેવલબા અને પિતાનું નામ મોમણિયા ચારણ હતું મામણિયા ચારણ એ શિવભક્તિ કરી અને વાજીયા મેણું ભાગવા માટે ઉપાસના કરી જેમાં ભગવાન શિવે પ્રસન્ન થઈ મામણિયા ચારણ ને પાતાળ લોકની નગદેવતાની સાત પુત્રી અને એક પુત્ર જન્મ લેશે તેવું વરદાન આપ્યું અને દેવલબા મહસુંદ આઠમના દિવસે આઠ પારણા મુકતા આઠ દીકરી અને એક પુત્ર થી ભરાઈ ગયા જેમાં સાત બહેનોના એકના એક ભાઈને ઝેરી સર્પે દંશ આપ્યો જેમાં સૂર્ય ઉગે એ પહેલાથી પાતાળ રાજા પાસેથી અમૃત કુંભ લઈને આવે તો ભાઈનો જીવ બચી જાય આથી જાંનબાઈ આ અમૃત કુંભ લેવા ગયા અને આવતા આવતા સૂર્ય ડૂબવા નો સમય થઈ ગયો ત્યાં બીજા બહેન આવળ માં બોલ્યા કે જાનબાઈ ખોડાઈ તો નથી ગયાને ત્યાં જાનબાઈ કુંભ લઈને ઘરમાં પ્રવેશતાની સાથે જ જાનબાઈનો પગ ખોડાઈ ગયો ત્યાંથી જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું મગરની સવારી કરી આવેલા ખોડિયાર માતાજીના અમૃત કુંભથી ભાઈ મેરખિયાનો જીવ બચી ગયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply