Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા: સુદામા સેતુ બ્રિજ પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ ની માટે હવે આખો દિવસ ખુલ્લો

Live TV

X
  • દેવભૂમિ દ્વારકામાં આવેલ જગતમંદિર નજીક જ બનાવાયેલ સુદામા સેતુ બ્રિજ એ  દ્વારકા આવતા પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ ની માટે હવે આખો દિવસ ખુલ્લો રાખવામાં આવશે.આ સેતુ એ આખા દેશના પગપાળા પુલો માંથી સહુથી વધુ પહોળાઈ ધરાવતો બ્રિજ છે.આ એક જ પુલ એક સાથે હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ ની અવર જવર ઝીલી શકે તેવો મજબૂત ગણવામાં આવે છે. અગાઉ આ બ્રિજ મંદિર બંધ થતાની સાથે બંધ થઇ જતો હતો. આ સુદામા સેતુ ની  લંબાઈ 166 મીટર અને પહોળાઈ 2.4મીટર છે.જે દેશ માં સહુ થી વધુ પહોળાઈ ધરાવે છે. જમીન થી લગભગ 21મીટર જેટલી ઊંચાઈ એ બનાવાયેલ આ પુલ પર થી પ્રવાસીઓ દ્વારકા મંદિર સામે જ આવેલ પંચકુઈ વિસ્તાર ની તેમજ વિશાળ દરિયા કાંઠા ની મુલાકાત લઈ શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply