વડોદરા: ત્રીજા વર્ષના NCC કેડેટ્સ માટે યોજાયો ખાસ કેમ્પ
Live TV
-
વડોદરામાં ત્રીજા વર્ષના NCC કેડેટ્સ માટે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરનાં ફતેગંજ સ્થિત NCC હેડ કવાર્ટર ખાતે યોજાયેલા આ કેમ્પની ગઈકાલે પૂર્ણાહુતી થઈ હતી. આ કેમ્પમાં સુરત, વડોદરા, પાદરા, કરજણ, બોડેલી, છોટા ઉદેપુર, સાવલી અને ડભોઇ જેવા વિસ્તારોમાંથી કુલ 296 કેડેટ્સે ભાગ લીધો હતો.તાલીમ શિબિરમાં ભાગ લેનાર કેડેટ્સને ડ્રીલ, નકશા વાંચન, શસ્ત્ર પ્રશિક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, યુદ્ધ અને સામાજિક પ્રવૃત્તિની માહિતી તાલીમ આપવામાં આવી હતી. કેમ્પના અંતિમ દિવસે કેડેટ્સની એક ટેસ્ટ પણ લેવામાં આવી હતી.દ્રષ્ટિ પાટિલને ડીજી મેડલ અને વલસાડના જય ભાનુશાળીને ગવર્નરનો એવોર્ડ આપીને તેમને પ્રોત્સાહિત કરાયા હતાં.
