આજે ગુજરાતનો સ્થાપના દિવસ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત
Live TV
-
રાજ્યના મધ્યમ વર્ગના 61 લાખ APL કાર્ડ ધારકોને મે મહિનામાં પણ કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ વિનામૂલ્યે અપાશે
આજરોજ 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ... ગુજરાત રાજ્યના ૬૦માં સ્થાપના દિવસ પૂર્વે રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોને આપવાની મહત્વપૂર્ણ જાહેરાત. રાજ્યના ૬૧ લાખ જેટલા મધ્યમવર્ગીય APL-1 કાર્ડધારકો એટલે કે અંદાજે ર.પ૦ થી ૩ કરોડ લોકોને આગામી તા. ૭ મી મે ગુરૂવારથી તા. ૧રમી મે પાંચ દિવસ દરમ્યાન પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ગ્રામ ચોખા, ૧ કિલો ગ્રામ દાળ અને ૧ કિલો ગ્રામ ખાંડનું વિનામૂલ્યે વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લાઈવ દ્વારા આ માહિતી આપી હતી..મુખ્યમંત્રીએ સ્થાપના દિવસે ગુજરાતની જનતાને કોરોનાથી બચવા માટે સંકલ્પ લેવા આહવાન કર્યુ હતુ..મુખ્યમંત્રીએ પારદર્શીતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતા તથા ગતિશીલતાના ચાર મુખ્ય આધારસ્થંભ પર ગુજરાતને સુશાસનની દિશામાં વધુ પ્રેરિત કરવાની નેમ સાથે ૬૦માં ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં આ નિર્ણયો કર્યા છે. વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં ૬૦માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને કોરોના સામેની લડાઇમાં હરેક ગુજરાતીના યોગદાન તરીકે પ્રેરિત કરવાનો પણ નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યના સૌ નાગરિકોને આહવાન કર્યુ છે કે, ગુજરાત સ્થાપના દિવસ-ગુજરાત ગૌરવ દિવસના આ પર્વે દરેક ગુજરાતી સ્વયં સ્વચ્છતાનો સંકલ્પ કરે. તેમણે કહ્યું કે, હરેક વ્યકિત એવો નિર્ધાર કરે કે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તેમજ વારંવાર સાબુથી હાથ ધોવે.મુખ્યમંત્રીશ્રીએ આ સંકલ્પ ‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ સાથે સૌ કોઇ પોતાના વિડીયો-ફોટોઝ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સાથે અપલોડ કરે તેવી અપિલ પણ કરી છે.વિજયભાઇ રૂપાણીએ તા. ૧લી મે ગુજરાત ગૌરવ દિવસને પ્રવર્તમાન સ્થિતીમાં ગ્રામજનો, શહેરી નાગરિકો પ્રજાજનોના ખબર-અંતર પૂછવા સાથે સંવાદ દિવસ
તરીકે સાદગી પૂર્ણ રીતે મનાવવાનો નિર્ધાર કર્યો છે.ગુજરાતના સ્થાપના દિવસે મારો સંકલ્પ
હું માસ્ક પહેર્યા વગર બહાર નહિ નીકળું
હું સોશીયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરી ની વાત ભૂલીશ નહિ
હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશમિત્રો ગુજરાત સ્થાપના દિને ઉપર મુજબનો સંકલ્પ કરતો 15 થી 20 સેકંડનો પોતાનો વીડીયો બનાવી તમામ સોશીયલ મીડીયા પ્લેટફોમઁ પર હેશટેગ #VijaySankalp સાથે અપલોડ કરવો.
