Skip to main content
Settings Settings for Dark

રાજ્ય બહાર ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા કવાયત, જાણો કેવી રીતે ઓનલાઈન પરમિશન લેવી?

Live TV

X
  • પરપ્રાંતીયોને પરત મોકલવા અને ગુજરાતીઓને પરત લાવવા 8 IAS અને IPSને જવાબદારી સોંપાઈ

    ગુજરાતના બહારના રાજ્યોમાં લોકડાઉનને કારણે ફસાયેલા ગુજરાતી ભાઈ-બહેનોએ હવે ચિંતા કરવાની જરૂર નથી..ગુજરાત સરકારે તમામ અટવાયેલા ગુજરાતીઓની ચિંતા કરી તમામને પરત લાવવા કવાયત શરૂ કરી દીધી છે.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણને પગલે જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતિમાં દેશના અન્ય રાજ્યોમાં અટવાયેલા, ફસાઈ ગયેલા ગુજરાતીઓને ગુજરાત પરત લાવવાના સંકલન માટે ૮-આઇ.એ.એસ અને ૮ -આઇ.પી.એસ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે.

    વિવિધ રાજ્ય માટે નોડેલ ઓફિસરોની નિમણૂંકો કરવામાં આવી

    ઓરિસા માટે એમ. થેન્નારસન-IAS (૯૯૭૮૪૦૭૦૩૩) અને નિરજા ગોટરૂ રાવ-IPS (૯૯૭૮૪૦૫૩૦૩),બિહાર અને ઝારખંડ રાજ્ય માટે અનુપમ આનંદ- આઇ.એ.એસ (૯૯૭૮૪૦૭૭૯૧) અને કે. કે. ઓઝા-આઇ.પી.એસ (૯૯૭૮૪૦૬૦૨૦),

    ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય માટે લોચન શેહરા-આઇએએસ (૯૯૭૮૪૦૯૯૦૨), અને વિનોદ મલ-આઇપીએસ (૯૯૭૮૪૦૬૨૬૯),

    દિલ્હી-પંજાબ-હિમાચલપ્રદેશ-હરિયાણા-જમ્મુ-કાશ્મીર અને લડાખ માટે રૂપવંતસિંઘ-આઇએએસ (૯૯૭૮૪૦૬૭૦૫) અને અનિલકુમાર પ્રથમ-આઇપીએસ (૯૯૭૮૪૦૫૨૫૭)

    મધ્યપ્રદેશ-રાજસ્થાન અને ચંદીગઢ માટે રાજેશ માંજુ-આઇએએસ (૯૯૧૩૫૦૮૬૦૬) અને અર્ચના શિવહરે-આઇપીએસ (૯૯૭૮૪૦૭૮૫૭)

    પશ્વિમ બંગાળ અને નોર્થ ઇસ્ટન રાજ્યો માટે હર્ષદ પટેલ-આઇએએસ (૯૯૭૮૪૦૧૫૩૧) અને વાબંગ જમીર-આઇપીએસ (૯૫૬૦૫૫૪૫૫૪)

    કર્ણાકટ-તેલંગાના, આંધ્ર-પ્રદેશ, તમિલનાડુ અને કેરલા માટે પી. ભારથી-આઇએએસ (૯૯૭૮૪૦૮૫૪૫) અને વી. ચંદ્રશેખર-આઇપીએસ (૯૮૪૫૦૪૪૬૦૬) અને

    મહારાષ્ટ્ર રાજ્ય માટે રાકેશ શંકર-આઇએએસ (૯૯૭૮૪૦૫૮૨૮) અને હસમુખ પટેલ-આઇપીએસ (૯૯૭૮૪૦૬૨૬૫)

    કેવી રીતે કરી શકાશે એપ્લિકેશન?

    ગુજરાત રાજ્ય સરકારના www.digitalgujarat.gov.in વેબ પોર્ટલ પર જવાનું રહેશે
    Click - https://www.digitalgujarat.gov.in/CitizenApp/Citizen/CitizenWEBUI/Regist...

    અશ્વિનીકુમારે જણાવ્યું કે, આવા જે વ્યકિતઓ ગુજરાત પરત આવવા ઇચ્છે છે તેમને શરદી, તાવ, ખાંસી કે અન્ય કોઇ સંક્રમિત લક્ષણો જણાશે તો રાજ્યમાં પરત આવવાની પરવાનગી આપવામાં નહિ આવે. માત્ર જેઓ સંપૂર્ણતયા સ્વસ્થ હશે તેવા વ્યકિતઓને જ ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવવા દેવાશે.આ જ પ્રમાણે ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં જવા માંગતા બધા વ્યક્તિઓએ નિકળતા પહેલાં COVID-19 ના લક્ષણો જણાતા નથી તે મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તે માટે જિલ્લા કલેક્ટરોએ જિલ્લાઓમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને શહેરી વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સ્ક્રીનીંગની કામગીરી માટે આરોગ્ય ટુકડીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યાર સુધીમાં ર૭ર૦ જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓને જે-તે રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારો સાથે સંકલન-સંપર્ક સાધીને પરત લાવવાની વ્યવસ્થા સફળતાથી પાર પાડી છે. તેમાં રાજસ્થાનમાંથી ૯૯૧, ઉત્તરપ્રદેશમાંથી ૪૬૪, ઉત્તરાખંડમાંથી ૭૪૩, મધ્યપ્રદેશથી ર૮૩, છત્તીસગઢથી ૯પ સહિત કુલ ર૭ર૦ લોકોને ગુજરાત પરત લવાયા છે.

    હવે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેલા આવા યાત્રિકો, વ્યક્તિઓ, વિદ્યાર્થીઓની આંતરરાજ્ય હેરફેરને અનુમતિ આપવાના લીધેલા નિર્ણયને પગલે વિજય રૂપાણીએ ગુજરાતમાં પણ તેનો અમલ સુચારૂ કરીતે થાય તે માટે નોડલ અધિકારીઓની નિયુક્તિ કરી છે. અન્ય રાજ્યો-પ્રદેશોમાં જે ગુજરાતી વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, યાત્રિકો અને વ્યવસાયીકો હાલની લોકડાઉનની સ્થિતીને પરિણામે અટવાઇ ગયેલા-ફસાઇ ગયેલા છે તેમને ગુજરાત પરત લાવવા સંબંધિત રાજ્યો સાથે આ નોડલ ઓફિસરો સંકલન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply