વિજય નહેરાએ આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની પાઠવી શુભેચ્છાઓ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતાં ગુજરાતના લોકોની ઐતિહાસિક ભૂમિકાને બિરદાવી હતી. શ્રી નહેરાએ કહ્યું હતું કે, આપણું અમદાવાદ હંમેશા આગળ રહ્યું છે. ગુજરાતની પ્રગતિમાં અમદાવાદની મોટી ભૂમિકા છે. આ વૈશ્વિક મહામારીના દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે સંકલ્પ લેવાનું કહ્યું છે તેનું સૌ પાલન કરીએ. બધા જ લોકો માસ્ક પહેરવાનું , વારંવાર હાથ ધોવાનું જરાય ના ભુલે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખીએ. તેમણે અમદાવાદના વધુ ત્રણ સરસપુર , અસારવા અને ગોમતીપુર વોર્ડને રેડ ઝોનમાં મુક્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગઈકાલે એક જ દિવસમાં 81 લોકો સાજા થયા છે જે સારી બાબત છે. 249 નવા કેસ નોંધાયા છે.
