Skip to main content
Settings Settings for Dark

એપ્રિલ માસની જેમ મે માસમાં પણ રાજ્યના ૬૧ લાખ એપીએલ પરિવારોને વિના મૂલ્યે રાસન આપવામાં આવશે

Live TV

X
  • મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે સોશિયલ મિડીયાના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવાની સાથે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા હતા. જેમાં એપ્રિલ માસની માફક મે માસમાં પણ રાજ્યના ૬૧ લાખ એપીએલ પરિવારોને ૧૦ કિલો ઘંઉ, ૩ કિલો ચોખા, એક કિલો દાળ અને એક કિલો ખાંડ વિના મૂલ્યે આપવામાં આવશે. તો મા અમૃતમ અને મા વાતસલ્ય કાર્ડ ધરાવતા પરિવારોની ગર્ભવતી મહિલાના કોરોના ટેસ્ટ માટે કોઇ ચાર્જ લેવામાં આવશે નહી. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે હાલ લોકડાઉનના કારણે ઘરે રહેલા બાળકોને કોરોના વોરિયર્સ માટે નિંબધ, ચિત્ર અને કવિતા લખવા માટેની સ્પર્ધાની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે રાજ્યના સ્થાપના દિવસે સૌ કોઇ સંકલ્પ લે કે તે લોકડાઉના નિયમોનું પાલન કરશે અન કોરોનાને હરાવશે. હાલ રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝીટીવ રિપોર્ટ આવી રહ્યા છે ત્યારે પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમા ૪૬૭ જેટલા સરપંચો સાથે સોશિયલ મિડીયાના માધ્યમથી મુખ્યમંત્રીએ વાત કરી હતી અને તેમને તાકીદ કરી હતી કે સૌ કોઇ મારુ ગામ કોરોના મુક્ત ગામનો સંકલ્પ કરે અને નિયમોનું પાલન કરે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply