મા વાત્સલ્ય-મા અમૃતમ યોજનાના લાભાર્થીને સારવાર દરમિયાન કોરોના ટેસ્ટ કરાવવાનો થાય તો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે- મુખ્યમંત્રી
Live TV
-
શાળા-કોલોજોના વિદ્યા્થીઓને પ્રેરિત કરવા મુખ્યમંત્રીએ ગુજરાતના કોરોના વોરીયર્સ પર નિબંધ કે ચિત્ર સ્પર્ધામાં સહભાગી બનવા હાકલ કરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે પૂર્વે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી..જે અન્વયે મા-વાત્સલ્ય મા-અમૃત્તમ યોજનાના લાભાર્થી પરિવારમાં કોઇ પણ વ્યકિતને તબીબી કારણો-માંદગી સર સર્જરી-ઓપરેશન કરાવવાની નોબત હાલની કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી દરમ્યાન આવે તેમજ પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેના ભાગ રૂપે કોરોના ટેસ્ટ કરાવવાનો થાય તો આ ટેસ્ટનો સંપૂર્ણ ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.
રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સાંપ્રત સ્થિતીમાં ‘કોરોના વોરીયર્સ’ તરીકે પોતાનું યોગદાન આપી શકે તેવા ઉદાત્ત ભાવ સાથે શિક્ષણ વિભાગને વિવિધ સ્પર્ધાઓના આયોજન માટે પ્રેરિત કર્યા છે. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાઓ ‘ગુજરાતના કોરોના વોરીયર્સ’ વિષયવસ્તુ સાથે યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલી આવી કૃતિઓ ઇમેઇલ અથવા પોસ્ટ મારફતે પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના શિક્ષણાધિકારીને મોકલી શકશે.
