Skip to main content
Settings Settings for Dark

આજે ગુજરાતનો 60મો સ્થાપના દિન, આજે દેશનું સૌથી વિકસિત રાજ્ય 

Live TV

X
  • પહેલી મે 1960નો એ ઐતિહાસિક દિવસ.જ્યારે બૃહદ મુંબઈમાંથી એક અલગ રાજ્ય ગુજરાત બન્યું.રવિશંકર મહારાજના હસ્તે સ્થપાયેલા આપણા ગુજરાતે આજે અનેક ઉંચાઈઓ હાંસલ કરી લીધી છે.વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓએ પહોંચીને ગુજરાતને ધબકતુ રાખ્યું છે.આપણા ગરવી ગુજરાતે 59 વર્ષ પૂર્ણ કરી 60મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

    આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. મહારાષ્ટ્રથી અલગ પડીને ગુજરાત રાજ્યની આજે સ્થાપના થઈ હતી. અમદાવાદમાં નહેરૂ બ્રીજના છેડે આવેલ ઇન્દુ ચાચાની પ્રતિમાને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. ઇન્દુચાચા એ મહાગુજરાતની ચળવળ ચલાવીને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવ્યો હતો. મહાગુજરાતની ચળવળમાં અનેક લોકો શહીદ થયા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી ભદ્ર ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે પુષ્પાજંલિ કરી હતી. 

    તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગમે તેવા પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. ઇનદુચાચા યાજ્ઞિક, મોરારજી દેસાઈ જેવા અનેક નેતાઓએ ગુજરાતને નામના અપાવી છે. કાર્યક્રમમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલબહેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

    ગુજરાતનો આજે 60માં વર્ષમાં પ્રવેશ થયો છે. 1 મે 1960થી લઈ 1 મે 2019 સુધીના 60 વર્ષના ગુજરાતના ઈતિહાસમાં રાજ્યમાં કુલ 17 મુખ્યમંત્રીઓએ શાસન ચલાવ્યું અને આ દરમિયાન અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. જેના કારણે આજે ગુજરાત માત્ર ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં એક વિકાસિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. તેમજ આ નિર્ણયોએ જનજીવનને સરળ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

    રાજ્યના દરેક ઝોનમાંથી એક અથવા એકથી વધુ મુખ્યમંત્રી મળ્યાં ગુજરાતને મળ્યા છે. પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતા અમરેલી સૌરાષ્ટ્રના હતા, તો નરેન્દ્ર મોદી વડનગર ઉત્તર ગુજરાતમાંથી આવતા હતા, તો ચીમનભાઈ પટેલ સંખેડા મધ્યગુજરાતના હતા. સુરેશ મહેતા કચ્છ અને અમરસિંહ ચૌધરી દક્ષિણ ગુજરાતથી આવતા હતા.

    આ તમામ મુખ્યમંત્રીઓએ પોતાના ઝોનથી લઈ સમગ્ર ગુજરાતના સર્વાંગિક વિકાસ માટે બહુમૂલ્ય ફાળો આપ્યો છે. આ મુખ્યમંત્રીઓએ ગુજરાતના ઈતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્રના આધારે વિકાસની ગતિને તેજ બનાવવા માટે અનેક નિર્ણયો લીધા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply