આજે ગુજરાતીઓનું નવું વર્ષ, રાજયભરમાં નવા વર્ષની ઉજવણી
Live TV
-
નવી આશા અને ઉમંગ સાથે વિક્રમ સંવત 2076નો પ્રારંભ થયો છે
નવી આશા અને ઉમંગ સાથે વિક્રમ સંવત 2076નો પ્રારંભ થયો છે. વહેલી સવારથી લોકો વિવિધ મંદિરોમાં દેવ દર્શન કરી એક બીજાને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી નવા વર્ષની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના પંચનાથ મહાદેવ તથા અમદાવાદના ભદ્રકાળી માના મંદિરમાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યવાસીઓને નૂતનવર્ષની શુભકામના પાઠવી છે. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે મુલાકાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે તથા ડફનાળા ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લેશે.
