માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સુચના
Live TV
-
માછીમારો માટે 15 ઓગસ્ટ બાદનો સમય માછીમારી માટે સારો ગણાય છે પરંતુ હાલ ક્યાર નામના વાવાઝોડાએ માછીમારો પર કહેર વર્તાવ્યો છે. આ વર્ષે અરબી સમુદ્રમાં ત્રણ થી ચાર વખત સાયકલોન સિસ્ટમ સર્જાઈ હતી જેના કારણે માછીમારો મુશ્કેલીઓ મા તો હતા જ ,પરંતુ હાલ દરિયામાં સર્જાયેલા ક્યાર નામના વાવાઝોડાના કારણે તેમની મુશ્કેલીઓ માં વધારો થયો છે. વેરાવળ, કોટડા, મૂળદ્વારકા, સૈયદ રાજપરા, નવાબંદર, સુત્રાપાડા સહિતના બંદરો પર ,અંદાજે 20 હજાર જેટલી બોટો ખડકાઈ છે. 800 બોટોની જગ્યા એ ,2500 બોટો ખડકાવાથી માછીમારોને બોટો અથડાવાના કારણે પણ ,નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે માછીમારોની સ્થિતિ દયાજનક બની છે.
