Skip to main content
Settings Settings for Dark

કેવડિયામાં 31મીએ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે, વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટે લીધી મુલાકાત 

Live TV

X
  • વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ મિ. ડેવિડ માલપાસે લીધી કેવડીયા કોલોનીની મુલાકાત 

    31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસનો ભવ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજવાનો છે. સ્ટેચ્યુની આસપાસ બની રહેલાં વિવિધ પ્રોજેક્ટને પણ આ દિવસે ખુલ્લા મૂકવામાં આવશે. પીએમના આગમનને લઈ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ નહીં રહે તે માટે 200 પોલીસ અધિકારીઓ અને 600 સુરક્ષા જવાનો સમગ્ર કેવડિયા વિસ્તારમાં તૈનાત કરી દેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાતે આવવા સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાનાં છે. 

    વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ મિ. ડેવિડ માલપાસ  કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા. ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ જે.એન. સિંઘ સહિત પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટને આવકારતા કહ્યું કે વિશ્વના આપ ઘણાં દેશોમાં ફર્યા છો અને બહુ આયામી નિપુણતા ધરાવો છો. હવે આપના અનુભવી સૂચનો અને મંતવ્ય ગુજરાતના વિકાસને વેગવાન બનાવવામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે. તેમણે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રીએ ,મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતને દેશ માટે વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. આ પ્રગતિ કૂચને અમે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવી પહેલોથી આગળ ધપાવી છે.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડીયાની ટેન્ટ સીટી ખાતે 2019ની બેચના સિવિલ સેવાના અધિકારીઓની પરિષદને સંબોધિત કરવા આવેલા વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસ સાથે વાઇબ્રન્ટ કલ્ચરલ કાર્યક્રમને માણ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply