આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, ઠેરઠેર હવન સહિતના કાર્યક્રમોનું આયોજન
Live TV
-
ચૈત્રી નવરાત્રીનો આજે આઠમો દિવસ માતાજીની આઠમ તરીકે આજે શહેરભરમાં માઈભક્તો દ્વારા ઉજવાઈ રહ્યો છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ ભાવિક ભકતોની ભીડ જોવા મળી હતી. આજે ભદ્રકાળી મંદિરમાં માતાજીનો ચૈત્રી આઠમનો હવન કરવામાં આવશે.
સદીઓથી ચાલતી પરંપરા મુજબ આ હવન રાત્રીના બાર વાગે કરવામાં આવશે અને તેની પૂર્ણાહૂતિ આવતીકાલે વહેલી સવારે કરવામાં આવશે, ત્યારબાદ માતાજીને નૈવેધ ધરાવી લોકો આઠમનો ઉપવાસ તોડશે. અમદાવાદના સાયન્સ સીટી ખાતે આવેલ લીંબચ માતાના મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાલખી યાત્રામાં જોડાયા હતા. સાથે આઠમના હવનનો પણ લાભ લીધો હતો.
