23 એપ્રિલે રાજ્યમાં યોજાનાર ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો
Live TV
-
હવે ગુજરાતમાં યોજાનારી ચૂટણીને ગણીન દસ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ મિનીટે મિનીટનો ઉપયોગ કરીને મતદારાન મન સુધી પહોંચવાનો તનતોડ પ્રયાસકરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, અન્ય પાર્ટીઓ તેમજ અપક્ષો વિવિધ પ્રકારે પ્રચારકરી રહ્યાં છે.
જેમજેમ ત્રીજા તબક્કાના મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતમાં ચૂટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. તમામ પાર્ટીઓના ઉમેદવારો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. રોડ શો, ચૂટણી પ્રચાર, ખાટલા બેઠક તેમજ સામાજીક સંગઠનો સાથેની ઉપરાઉપરી બેઠકો યોજાઇને મતદારોને રિઝવવાનો પ્રયા થઇ રહ્યો છે.
રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવીને જનસભા સંબોધીને પોતાના ઉમેદવારને જીતાડવાના પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત હાલમાં જ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છના ગાંધીધામ અને સૌરષ્ટ્રના બોટાદમાં રેલીઓ સંબોધીને કહ્યું હતું કે ચોકીદાર ચોર નહીં પરંતુ ચોકીદાર શ્યોર, ક્યોર અને પ્યોર છે.
વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી અમરેલીથી કોંગ્રેસન ઉમેદવાર છે. ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતા અમરેલીમાં મદિરોના દર્શન કરીને નાનાનાના અને અઁતરિયાળ ગામડાંઓમાં ફરીને મતદારોને વ્યક્તિગત રીતે મળી રહ્યાં છે તેમજ કોંગ્રેસના ઉદ્દેશ્યો અને વિરોધીઓની નબળાઇઓ ગણાવીને મતદારોન પોતાની પડખે કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે જાફરાબાદના ભકોદર ગામે જાહેરસભાને સંબોધી હતી.
