Skip to main content
Settings Settings for Dark

આજે નવરાત્રિનો પ્રથમ દિવસ: જાણો શૈલપૂત્રીની પૂજાનું મહત્વ, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા 

Live TV

X
  • નવરાત્રિના પાવન પર્વનો આજે પહેલો દિવસ છે. નવરાત્રિના નવ દિવસ માતાજીની આરતી-પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપૂત્રીની પૂજા કરવામાં આવે છે.

    હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જેમણે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતાર લીધો હતો. તેમણે જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

    મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા 

    નવરાત્રી પૂર્વે મુખ્યમંત્રી વિજય રુપાણીએ દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને નવરાત્રીની અનેક શુભકામનાઓ પાઠવી હતી. એમણે પોતાના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યુ હતું કે, આપણા માટે નવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ, આ વખતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નવરાત્રીમાં ગરબાના આયોજનની મંજૂરી આપી નથી.

    રાજ્ય સરકારે પૂજા-આરતી માટે નક્કી કર્યા છે આ નિયમો 

    રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોને તેમના પરિસરમાં 200 કે તેથી ઓછા લોકો માટે માતાજીની પૂજા-આરતી કરવા પોલીસની કોઇ પણ મંજૂરી મેળવવાની રહેશે નહી. નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો , અને સાર્વજનિક જગ્યાઓમાં માતાજીની આરતી - પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply