આજે પરશુરામ જયંતિ, અમદાવાદ સહિત રાજ્યભરમાં નીકળી શોભાયાત્રા
Live TV
-
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
પરશુરામ જયંતિની રાજ્યભરમાં ધામધુમથી ઉજવણી થઇ રહી છે..અમદાવાદ શહેરમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની જ્યંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિના રક્ષક અને પ્રખર જ્ઞાતા ચિરંજીવી ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. આ શુભ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેર ભરના ધર્મ પ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભગવાન પરશુરામની શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનો પ્રારંભ વહેલી સવારે અમદાવાદ શહેરના પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી થયો હતો, જે શહેરના વિવિધ માર્ગો પરથી મણીનગર ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. ભગવાન પરશુરામે આ જગતના અસુરી શક્તિઓનો નાશ કરી અને સમાજમાં શાંતિ સ્થાપિને માનવજાતિને નિર્ભય બનાવી હતી. તેમના આ ધર્મ રક્ષક સંદેશને લઈને આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ બ્રહ્મ સમાજના અગ્રણી અનિલ શુક્લાએ જણાવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા..તો આ તરફ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..
