વલસાડથી દરરોજ પાંચ ટન કેરીની નિકાસ
Live TV
-
લંડન, અમેરિકા અને દુબઇ જેવા દેશોમાં પહોંચી રહી છે હાફુસ અને કેસર કેરી
વલસાડ જિલ્લાની પ્રખ્યાત એવી હાફૂસ અને કેસર કેરીએ ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં લોકોને ઘેલુ લગાડ્યું છે. તો સાથે-સાથે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અનેક લોકોને તે આકર્ષી રહી છે. હાલમાં જ કેરીઓનું આગમન બજારમાં થયું છે ત્યારે વલસાડના અનેક ખેડૂતો પોતાની આંબાવાડીમાંથી હાફૂસ અને કેસર કેરીઓ ઉતારીને વેપારીઓ સુધી પહોંચાડી રહ્યા છે. વલસાડ ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી સિઝનના પ્રારંભે રોજિંદા 5 ટન જેટલી કેરીઓ લંડન, અમેરિકા તેમજ દુબઈના દેશોમાં મોકલવામાં આવી રહી છે. અને આગામી સમયમાં હજુ પણ કેરીને આવક વધવાનું પણ તેમણે જણાવ્યું હતું..એક અંદાજ પ્રમાણે આ વખતે એક્સપોર્ટનો આંકડો 100 ટનથી વધી જવાની શક્યતા છે..
