Skip to main content
Settings Settings for Dark

આજે પોષી પુનમ એટલે મા અંબાનો પ્રાગટય દિવસ, અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ધરાવાયો અન્નકુટ

Live TV

X
  • ભક્તોએ મા જગદંબાની ઉપાસના કરી કરી પૂજા-અર્ચના

    આજે પોષી પૂનમ એટલે મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજી  ખાતે પોષી પૂનમનુ અનેરૂ  મહત્વ છે.આજે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.   અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારે મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં પૂનમની આરતી નો અનેરૂ મહત્વ હોય છે,ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દૂરદૂરથી આરતી ભરવા આવતા હોય છે.

    અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.આજે સવારે 8 વાગે ગબ્બર પર્વત ઉપર થી માં અંબાની અખંડ જયોત લાવીને શક્તિદ્વાર પર માં અંબાની મહાઆરતી કર્યા બાદ માં અંબા હાથી ઊપર સવાર થઈને અંબાજી નગરની પરીક્રમા શરૂ કરી હતી.

    અંબાજી મંદિરમાં શાકભાજી નો અન્નકુટ અને 56 ભોગની મીઠાઈનો અન્નકુટ પણ ધરાવાયો છે.પોષ મહિનામાં આઠમથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રી નો અનેરુ મહત્વ હોય છે, જેમાં મા અંબાને શાકભાજીનો શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં  માં લખેલા ફૂલોના શણગાર કરાયો છે. માતાજીના પ્રાગટ્ય દિને ભક્તો માની આરાધના કરતા જોવા મળ્યા. મંદિર પરિસર જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યું છે.

    યાત્રાધામ ખેડબ્રહ્મામાં અંબિકામાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી 

    આજે પોષી પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ ખેડબ્રહ્મામાં અંબિકામાતાનો  પ્રાગટ્ય દિવસ ધામધૂમ પૂર્વક ઉજવાઇ રહ્યો છે., માઁ જગદંબાને મંદિર ટ્રસ્ટ દ્વારા  અન્નકુટ ધરાવાયો હતો. માઁ જગદંબાના પ્રાગટ્ય દિવસે ભકતોએ વહેલી સવારની આરતીનો લાભ લીધો હતો..  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તજનોએ સુખ શાંતિ માટે પ્રાથઁના કરી હતી.આજે માઁ જગદંબાના પ્રાગટ્ય દિવસે માતાજીને 56 ભોગ ધરાવાયો હતો. મંદિર ટ્રસ્ટ અને કમઁચારીઓએ ધજા ચડાવી હતી જ્યારે આરતી મંડળે કેક કાપીને ઉજવણી કરી હતી.

    નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં આજે  પોષી પૂનમની ઉજવણી

    ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં આજે  પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે. આજની પૂનમને બોર ઉછામણી પૂનમ પણ કહે છે. અહીં પરંપરાગત રીતે બોર ઉછમણીની પરંપરા છે.  ગુજરાતભરમાંથી શ્ર્દ્ધાળુંઓ પોષી પૂનમે શ્રીસંતરામ મંદિરે  મનોકામના પૂરી કરાવતા હોય છે. સાથે જ આજે ખેડૂતો પોષી પુનમે ખેતરનું પહેલું ધાન્ય સંતરામ મહારાજના ચરણે ધરે છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply