Skip to main content
Settings Settings for Dark

આજે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, શહેરના મેયરના નામ પર થશે ચર્ચા

Live TV

X
  • ભાજપનું અઢી વર્ષનું શાસન પૂર્ણ થતાં હવે 6 મહાનગરપાલિકા, 6 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે.

    આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. ભાજપનું અઢી વર્ષનું શાસન પૂર્ણ થતાં હવે 6 મહાનગરપાલિકા, 6 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે.

    અમદાવાદના નવા મેયર કોણ બનશે તે પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવશે. ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે અને તેના નામ બંધ કવરમાં ભાજપના હોદ્દેદારોને સુપ્રત કરાશે. આ નામોની 14મી જૂને મ્યુનિસિપિલ કોર્પોરેશન બોર્ડની બેઠકમાં સત્તાવાર જાહેરાત કરાશે.

    આજની બેઠકમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા અંગે નિર્ણય લેવામાં આવશે. ચર્ચા થનાર બેઠકો નીચે પ્રમાણે છેઃ

    તાલુકા પંચાયત (૯) - નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, વસો, ધોળકા, નવસારી, ગણદેવી, જલાલપોર, ગરુડેશ્વર

    નગરપાલિકા (૪) - ખંભાળિયા, રાજપીપળા, મોડાસા, કડી

    જિલ્લા પંચાયત (૮) - પંચમહાલ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર

    મહાનગર પાલિકાઓ (૬) - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply