આજે વર્લ્ડ હેરિટેજ દિવસ
Live TV
-
દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે
આજે વર્લ્ડ હેરિટેજ દિવસ છે. દમણ એટલે એવી પર્યટન જગ્યા કે જ્યાં વર્ષે દહાડે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે.દમણમાં આવેલી અનેક ઐતિહાસિક જગ્યાઓ પર્યટકોને અહીં ખેંચી લાવે છે. દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે. સાથે પુર્તગીઝોનો કિલ્લો કે જેની ચારે બાજુ ફરી શકાય છે. આ કિલ્લા પરથી મોટી અને નાની દમણને નિહાળી શકાય છે. કિલ્લા પર આવેલી પુર્તગીઝ સમયની તોપ અત્યારે પણ છે. આ સાથે 450 વર્ષ જૂની દમણ નગરપાલિકાને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે દિવસે પ્રવાસન સ્થળ દમણમાં આવેલી અનેક હેરિટેજ સાઈટોને નિહાળવા જેવી છે.
