આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
Live TV
-
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે રાજ્યભરના શિવાલયો બમ બમ ભોલેના નાદ ગૂંજી ઉઠ્યા છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
વહેલી સવારથી જ મંદિર બહાર દોઢ કિલોમીટર જેટલી લાઈન હતી. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારી ગાઈડલાઈનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ઓનલાઈન પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. જેના કારણે સામાજિક અંતર પણ જળવાઈ રહી છે અને ભક્તો ભોળાનાથના દર્શન પણ શાંતિથી કરી શકે છે...
