Skip to main content
Settings Settings for Dark

આજે 21મી નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી,વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અમદાવાદ દુરદર્શન કેન્દ્રની લીધી મુલાકાત

Live TV

X
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અમદાવાદ દુરદર્શન કેન્દ્રની મુલાકાત લઈ ટેલિવિઝનની ભૂમિકા અંગે માહિતી મેળવી

    આજે 21 મી નવેમ્બર વિશ્વ ટેલિવિઝન દિવસ છે. આ દિવસની ઉજવણી વિશ્વ ભરમાં એક સાથે કરેવામાં આવે  છે. ત્યારે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ, ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદના સહયોગથી એક ખાસ આઉટરીચ પ્રોગ્રામ જાહેરાત કરવામાં આવ્યો છે. અમદાવાદના દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લેવા માટે વિવિધ શાળાઓ, બોર્ડ , અને ધોરણોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના એક જૂથની પસંદગી કરવામાં આવી છે. ઉદ્દેશ્ય એ છે  કે દૂરદર્શન બાળકો, સમુદાયો , અને મોટા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચે છે , અને તેમને જોડે છે. તેને જાણવો  અને સમજવો  જોઈએ ઉલ્લેખનીય છે  કે, વૈશ્વિક સ્તરે સમાજ અને સંસ્કૃતિઓ પર,  ટેલિવિઝનની અસરને ઓળખવામાં, જાહેર અભિપ્રાયને આકાર આપવામાં, માહિતીનો પ્રસાર કરવામાં અને સાંસ્કૃતિક વિવિધતા, સહિષ્ણુતા , અને સમજણને પ્રોત્સાહન આપવા માટે , ટેલિવિઝનની ભૂમિકા પ્રતિબિંબિત કરવાની તક પૂરી પાડવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    આજે 21મી નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી થઇ રહી છે. વૈશ્વિક સ્તરે સમાજે અને સંસ્કૃતિ પર ટેલિવિઝનની અસર તેમજ માહિતી અને મનોરંજન પીરસવાની ટેલીવિઝનની ભૂમિકાને પ્રતિબિંબિત કરવામાં આવે છે.
    દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના સહયોગથી ગુજકોસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ શાળાઓ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથ દ્વારા અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવાની તક મળશે. તેઓ આ શક્તિશાળી માધ્યમની સકારાત્મક કામગીરીથી પરિચિત થશે. ટેલિવિઝન સમાચાર શિક્ષણ અને મનોરંજન સ્ત્રોત હોવા ઉપરાંત સમકાલીન વિશ્વમાં સંચાર અને વૈશ્વિકરણનુ પ્રતીક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply