Skip to main content
Settings Settings for Dark

આજે CM રૂપાણીનો જન્મદિન, PM સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા

Live TV

X
  • આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસના રોજ રાજ્યના નાગરિકોની રક્ષા - સુરક્ષાની સર્વગ્રાહી સમીક્ષા માટે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈ.જી., સહિતના અધિકારીઓ, સાથે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી હતી. 

    આ બેઠકમાં મુખ્ય સચિવ ડોક્ટર જે. એન. સિંહ, ડીજીપી શિવાનંદ ઝા હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ આ બેઠકમાં ડેટા અપડેશન, કનેક્ટીવીટી અને આધુનિક સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ક્લિયર વિઝનથી ભાવિ રણનીતિ ઘડવાનો મત વ્યક્ત કર્યો હતો. 

    આ બેઠકમાં ડેશબોર્ડની ગતિવિધિનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ડેશબોર્ડ એવું સાધન છે જે કુદરતી આપદાથી લઈ રમખાણ જેવા સમયે ખૂબ જ ઉપયોગી બની રહી છે. આ બેઠકમાં ઉપસ્થિત મંત્રીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રીને જન્મ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply