CMએ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક, ટ્રાફિક નિયંત્રણ માટે આપ્યા આદેશ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોની રક્ષા - સુરક્ષાની સર્વગ્રાહી સમીક્ષા માટે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા , વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા, અને રેન્જ આઈ.જી. સહિતના અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરાઇ હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ ડોક્ટર જે. એન. સિંધ, અને ડીજીપી શિવાનંદ ઝા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ બેઠકમાં ડેટા અપડેશન, કનેક્ટીવીટી અને આધુનિક સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ક્લિયર વિઝનથી ભાવિ રણનીતિ ઘડવાનો , મત વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં ડેશ બોર્ડની ગતિવિધિનું , પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું , કે આ ડેશ બોર્ડ એવું સાધન છે , જે કુદરતી આપદાથી લઈ , રમખાણ જેવા સમયે , ખૂબ જ ઉપયોગી બની રહે છે.
હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી જ તમામ ડેટાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકશે. હવેથી ગુજરાત પોલીસની દરેક વાનમાં જીપીએસ સિસ્ટમ લગાવીને વાનનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
